ચોંકાવનારો કિસ્સો : એક ૩ વર્ષનો બાળક રમતા-રમતા ગળી ગયો ભગવાન ગણેશની મૂર્તિ અને પછી…

95

અત્યારે અવાર-નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે તેવામા બાળકોનું સરખું ધ્યાન રાખે તો પણ તમે ગુમાવી શકો છો. તેવો જ બેંગલોરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાળક ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો હતો.

પરંતુ સારા સમાચાર એ છે કે બાળક અને સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.  ડોક્ટર દ્વારા કોઈપણ પ્રકારનો સમય બરબાદ કર્યા વગર એકસરે કર્યો હતો.

અને જાણવા મળ્યું હતું કે બાળકના ગળામાં મૂર્તિ છે. તે માટે બાળકને તાત્કાલિક સારવાર કરીને તેના ગળામાંથી મૂર્તિ બહાર કાઢી હતી.

આ ઘટના કર્ણાટકના બેંગ્લોર શહેરમાં રહેતા બસાવા નામના બાળકની છે. આ બાળકની ઉંમર ત્રણ વર્ષની છે તે બાળકે અંદાજ 5 સેન્ટિમીટર લાંબી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ગળી ગયો હતો.

ત્યાર બાદ સમયસર સારવાર મળતાં બાળકનો જીવ બચી ગયો છે બાળક રમતા-રમતા મૂર્તિ ગળી ગયો હતો. જેના કારણે બાળકને છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને ત્યાર બાદ બાળકને નજીકની મનીપાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

ડોક્ટરને બાળકને શરીરમાંથી મૂર્તિ બહાર કાઢવા માટે અંદાજીત ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. સારવાર થયા બાદ ચાર કલાક પછી તેને દૂધ પીવડાવવામાં આવ્યું હતું. અને સાંજે બાળકની હોસ્પિટલમાંથી રજા આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.