સમગ્ર દેશમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં તો વરસાદ ભારે આફત બની ગઈ છે. મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાય છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 112 લોકોના મૃત્યુ થયા છે.
અને મળતી માહિતી મુજબ 99 લોકો હજુ સુધી લાપતા છે. આ ઉપરાંત કોંકણના રાયગઢ ખાતે ભારે વરસાદના કારણે સૌથી વધુ ત્યાં નુકસાન થયું છે.
મળતી માહિતી મુજબ જિલ્લામાં ત્રણ જગ્યાએ ભુસ્ખલન ની ઘટના સર્જાય છે. આ ઉપરાંત મહાડના તલીયા ગામ ખાતે થયેલા ભુસ્ખલન બાદ અત્યાર સુધીમાં કાટમાળમાંથી 52 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
અને હજુ સુધી 53 લોકો લાપતા છે. મળતી માહિતી મુજબ 35 લોકો હજુ સારવારમાં છે.
અત્યાર સુધીમાં અહેવાલ મુજબ રાયગઢ, સાગલી, રત્નાગીરી, કોલ્હાપુરી, સતારા, સિધુદુર્ગ અને પુણે ખાતે કાટમાળમાંથી અત્યાર સુધીમાં 112 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ તરફ કેવલાલે ગામમાં પણ 5 લોકોના મૃત્યુ થયા છે.
આ ઉપરાંત લોકો 6 સારવારમાં છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને એવી સ્થિતિ સર્જાય છે કે ત્યાં જળબંબાકાર થઇ હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.