સોનાએ તોડ્યો ઇતિહાસ,ધુળેટી પહેલા સોનું પહોંચ્યું ઉચ્ચતમ સપાટીએ,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…

Published on: 11:15 am, Thu, 21 March 24

જો મિત્ર તમે પણ સોનુ કે ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો સૌથી પહેલા તમારે બંનેના ભાવ જાણવા જરૂરી છે. તમે ન્યૂઝ પેપર અથવા કોઈપણ જગ્યાએ વાંચ્યું જ હશે કે હાલમાં સોનું ચાંદી ભડકે બળી રહ્યા છે મતલબ કે ખૂબ જ ભાવ વધારો થઈ રહ્યો છે.

ત્યારે આજે 21 માર્ચ 2024 ને ગુરૂવારના રોજ સોનાના ભાવમાં વધારો થયો છે કે નહીં અથવા તો ચાંદીના ભાવમાં વધારો થયો છે કે નહીં તેની વિશે આજે અમે તમને સાચી અને સચોટ માહિતી આપવાના છીએ.મિત્રો આપને જણાવી દઈએ કે 22 કેરેટ સોનાના ભાવમાં 1,000 રૂપિયા ના મોટા વધારા સાથે સોનુ 61850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.

સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 1,090 ના વધારા સાથે સોનુ 67,470 રૂપિયાનો સપાટી એ પહોંચી છે. આપને આ ભાવ સુરતના જણાવેલ છે અને આ ગુડ રીટન્સ વેબસાઈટ મુજબ જણાવેલ છે. આપને માહિતી આપી દઈએ કે એક મહિનાની અંદર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે બે થી ત્રણ હજાર નો ફટકો પડ્યો છે.

ચાંદીના ભાવ પર આજરોજ નજર કરવામાં આવે તો તેમાં પણ એક કિલો ચાંદી એ 1500 રૂપિયાના વધારા સાથે ચાંદી 78500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું છે. આપને જણાવી દઈએ કે છેલ્લા દિવસોમાં ચાંદીના ભાવમાં પણ બેથી ત્રણ હજાર રૂપિયા નો ફટકો પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સોનાએ તોડ્યો ઇતિહાસ,ધુળેટી પહેલા સોનું પહોંચ્યું ઉચ્ચતમ સપાટીએ,જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*