દિલ્હીની જેમ પંજાબમાં પણ ફ્રી વીજળી મળતા ફ્રી વીજળી આંદોલનને ગુજરાતી જનતા નું મળ્યું બહોળું સમર્થન : ઈસુદાન ગઢવી

Published on: 7:40 pm, Fri, 1 July 22

લગભગ આપણે બધા જાણતા જશું કે આમ આદમી પાર્ટીનું ફ્રી આંદોલન સતત કેટલાક દિવસોથી ધીરે ધીરે ચાલી રહ્યું છે અને ધીરે ધીરે લોકોનું જનસમર્થન પણ મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીના જણાવ્યા મુજબ ભાજપ સરકાર અને વીજ કંપનીઓની મિલીભગતના કારણે ગુજરાતની જનતાને સૌથી મોંઘી વીજળી ખરીદવાનો વારો આવ્યો છે અને ભ્રષ્ટાચાર ભાજપ સરકારનું આમંત્રણની પાર્ટી દ્વારા ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કરવામાં આવ્યો છે જેના કારણે જનતા જાગૃત થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના આંદોલનમાં ધીરે ધીરે જોડાઈ રહે છે.

આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તા હોય ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં પદયાત્રા મસાલયાત્રા અને સાયકલ યાત્રા અને ઉપરાંત ટોચ યાત્રાનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું જેમાં દરેક શહેરોમાં હજારોથી લાખો લોકો આ આંદોલનને સમર્થન આપવા માટે જોડાયા હતા. આમ આદમી પાર્ટીની પ્રથમ પ્રાથમિકતા જનતાના અધિકારો છે તેઓ આપ દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેના માટે તેઓ હંમેશા સક્રિય રહેશે.

આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું કે દિલ્હીમાં છેલ્લા સાત વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે અને ત્યાંના જનતાને 200 યુનિટ મફતમાં આપી રહી છે અને હવે પંજાબમાં આપની સરકાર આવતા 300 યુનિટ મફત વીજળી આપવા માટે જઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 27 વર્ષ સુધી ભાજપ સરકારે શાસન કર્યા બાદ પણ ગુજરાતની જનતાને દેશમાં સૌથી વધારે મોંઘી વીજળી ખરીદવાનો સમય આવ્યો છે તેવું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું. દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપી શકાતી હોય તો ગુજરાતની ટેક્સ ભરતી જનતાને વીજળી ફ્રી માં કેમ ન આપી શકાય આ પ્રશ્ન આમ આદમી પાર્ટી સરકારને પૂછી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો