હોટલ પર જમીને બાઈક પર ત્રિપલ સવારીમાં ઘરે જઈ રહેલા મિત્રોને ટ્રકે લીધા અડફેટેમાં, 2 મિત્રોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ…

Published on: 9:59 am, Sat, 2 July 22

ગુજરાતના રાજકોટ કાલાવડ રોડ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં આણંદપુર નજીક ગાડી કોલેજ પાસે નિકાવાથી જમીને ભરત આવી રહેલા ત્રણ મિત્રોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઉપાડપાડ ઝડપે આવી રહેલા અજાણ્યા ટ્રક ચાલકે ત્રીપલ સવારી બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય મિત્રો ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક રોહિત અને હસમુખ મહેતા નામના યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વિપુલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી ગેટ નંબર બેમાં રહેતા 25 વર્ષ એ રોહિત રસિકભાઈ ઝખેલીયા ગઈકાલે રાત્રે તેના 45 વર્ષીય મિત્ર હસમુખભાઈ મહેતા અને 28 વર્ષે મિત્ર વિપુલ જયંતીભાઈ પંસારા સાથે બાઈક પર સવાર થઈને નિકાવા જમવા માટે ગયા હતા. હોટલેથી જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ટ્રકે તેમની બાઈક અને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે ત્રણેય મિત્રોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. રાત્રિના સમયે અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત 108 પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્રણેય મિત્રોને 108 ના મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રોહિત અને હસમુખનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે હાલમાં વિપુલની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. રોહિતભાઈ અને હસમુખભાઈનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હોટલ પર જમીને બાઈક પર ત્રિપલ સવારીમાં ઘરે જઈ રહેલા મિત્રોને ટ્રકે લીધા અડફેટેમાં, 2 મિત્રોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*