સાવ નાનકડા કારણોસર રાજકોટની આ મહિલાએ માતા-પિતા ઘરની બહાર જતા ગળાફાંસો ખાઈ જીવ ટૂંકાવી લીધો…

Published on: 1:10 pm, Sun, 5 February 23

હાલ આપણી સમક્ષ ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે.જેમાં લોકો ઘણા કારણોસર આપઘાત કરી પોતાનો જીવન ટૂંકાવી દેતા હોય છે ત્યારે હાલ રાજકોટ નજીક નાકરાવાડીમાં રહેતી વંદના રામજીભાઈ ઝીણોજા જે ગઈકાલે સાંજે તેના પિતા કામ માટે રાજકોટ આવ્યા હતા

અને તેમની માતા શાકભાજી લેવા માટે બહાર ગયા ત્યારે તેણે રૂમમાં પંખા ના હુકમાં દોરડું બાંધી ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું. જ્યારે તેમની માતા શાકભાજી લઈને ઘરે પરત આવી અને રૂમ ખોલી તો પોતાની પુત્રી લટકેલી જોઈ ને આક્રંદ મચાવતા ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા

અને તાત્કાલિક 108 ને જાણ કરાતા 108 ની ઇએમટી ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતી ને તપાસી તો તેને મૃત્યુ જાહેર કરી. સમગ્ર ઘટના વિશે બનાવવાની જાણ કુવાવડા રોડ પોલીસ સ્ટાફને થઈ કે તરત આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

મૃતક પાંચ ભાઈ બહેન માં મોટી હતી અને તેના પિતા ખેતી કામ કરે છે આ ઘટના ની જાણ પરિવારને થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ અને શોકનો માહોલ સર્જાયો. યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેવાનો પ્રાથમિક તપાસ વિશેની પોલીસે બધી કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો