સૌરાષ્ટ્રના આ મહાન સંતે ઘણા વર્ષોથી મોઢામાં એક અન્ન નો દાણો નથી નાખ્યો અને કંતાનના કપડાં પણ પહેરે છે, સનાતન ધર્મના આ સંત વિશે જાણીને…જુઓ તસવીરો

Published on: 1:13 pm, Sun, 5 February 23

ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભૂમિ સદીઓથી તો અને મહાત્માઓની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. આજ સુધી સૌરાષ્ટ્રની આ પાવન ધરા પર અનેક સાધુ સંતોએ પોતાના અનોખા ઉદ્દેશથી ઈશ્વર પ્રત્યે લોકોની શ્રદ્ધાને અતુટ બનાવી રાખી છે. આજે અમે તમને સૌરાષ્ટ્રના એક પરમહિત કારી સંત કાળુ બાપુ વિશે જણાવીશું. કાળુ બાપુ નુ ધામ એટલે ભાવનગર જિલ્લાના

ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ. હડમતીયા ગામમાં કાળુ બાપુ નો આશ્રમ આવેલો છે જ્યાં હજારો ભાવિ ભક્તો બાપુના આશ્રમે દર્શનાર્થે આવે છે. હડમતીયા ધામના કાળુ બાપુ વિશે વાત કરીએ તો તેઓ કોઈપણ પ્રકારના કાપડના વસ્ત્ર ધારણ કરતા નથી અને શરીર પર અનાજના કોથળાના વસ્ત્ર ધારણ કરે છે. આટલું જ નહીં પરંતુ તેઓ પોતાની3

કુટેરમાં ધ્યાન અવસ્થામાં રહે છે અને તેઓએ હંમેશ માટે મૌન ધારણ કરેલું છે. મોટાભાગે ધ્યાન અવસ્થામાં જ રહીને કાળુ બાપુએ હંમેશા માટે મૌન ધારણ કરેલું છે. હડમતીયા માં આવેલા આશ્રમમાં આજ વાત તો એ છે કે હંમેશા માટે અહીં અન્નક્ષેત્ર ખુલ્લા જ હોય છે. સતાધાર જલારામ બાપા અને પરબધામ જેવા ક્ષેત્રમાં જેવી રીતે અન્ન ક્ષેત્ર કાયમ માટે

ખુલ્લા રહે છે. તેવી જ રીતે હડમતિયાના આશ્રમમાં પણ અન્ય ક્ષેત્ર હંમેશા માટે ખુલ્લા જ હોય છે. આશ્રમના દર્શનાર્થે આવેલા ભાવિ ભક્તોને ક્ષેત્રમાં પ્રસાદી લેવા માટે જણાવવામાં આવે છે. જાણકારી અનુસાર અહીં અનેક વર્ષોથી અને ક્ષેત્ર ચાલુ છે. અહીં આવેલા લોકો બાપુના દર્શન થકી ધન્યતા અનુભવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે એક સાધુ ને

શોભે તેવું સીધું અને સાદુ જીવન હડમતીયા ના કાળુ બાપુનું છે. પોતાના આવા શાંત અને સુશીલ સ્વભાવને કારણે ભક્તો કાળુ બાપુ તરફ આકર્ષાય છે. કાળુ બાપુ ના નેતૃત્વ હેઠળ દરેક વર્ષે ધાર્મિક પ્રસંગોની સાથે સમૂહ લગ્ન પણ યોજાય છે. હંમેશા ધ્યાન અવસ્થામાં રહેતા કાળુ બાપુ ના દર્શન ભાગ્ય જ થાય છે તમે આ જગ્યાની મુલાકાત લેશો તો

તમને પણ અનુભૂતિ થશે કે આ આશ્રમ કેટલા વિશાળ પ્રમાણમાં ફેલાયેલો છે અને અહીં કેટલુ શાંતિમય અને ભક્તિત્વ ધરાવતું વાતાવરણ છે. લોકમાન્યતા અનુસાર અને જાણકારી પ્રમાણે બાપુએ કેટલાય વર્ષોથી અન્નનો દાણો મોઢામાં મૂક્યો નથી. તેઓ માત્ર દૂધ જ પોતાના આહારમાં ગ્રહણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સૌરાષ્ટ્રના આ મહાન સંતે ઘણા વર્ષોથી મોઢામાં એક અન્ન નો દાણો નથી નાખ્યો અને કંતાનના કપડાં પણ પહેરે છે, સનાતન ધર્મના આ સંત વિશે જાણીને…જુઓ તસવીરો"

Leave a comment

Your email address will not be published.


*