પહેલા નોરતે કિંજલ દવેએ મુંબઈમાં ગરબાની રમઝટ બોલાવી, કિંજલ દવેએ એવી જોરદાર એન્ટ્રી કરી કે લોકો જોતા જ રહી ગયા…જુઓ વિડીયો

Published on: 1:06 pm, Wed, 28 September 22

મિત્રો સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ખેલૈયાઓ નવરાત્રીમાં મન મૂકીને ગરબા રમી રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ગરબાની રમઝટ જામી ગઈ છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રીનું આયોજન થયું ન હતું. જેથી આ વર્ષે તો નવરાત્રીનો ઉત્સાહક અલગ દેખાઈ રહ્યો છે.

ઘણી જગ્યાએ ખૂબ જ મોટી મોટી નવરાત્રીના આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ ગુજરાતી ગાયકોની બોલબાલા છે. આશરે બે મહિનાથી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ શહેરોમાં નવરાત્રિ ઇવેન્ટ કર્યા બાદ જાણીતી લોકગાયિકા કિંજલ દવે નવરાત્રીનો પર્વ શરૂ થતા જ સ્વદેશ આવી પહોંચ્યા હતા.

અહીં સૌ પ્રથમ પહેલો કાર્યક્રમ તેમને મુંબઈમાં કર્યો હતો. મુંબઈના બોરીવલી વિસ્તારમાં સોમવારે જ્યારે ગરબાનું આયોજન કરાયું હતું. ત્યારે ત્યાં કિંજલ દવે પોતાના સુંદર અવાજમાં ગરબાની રમઝટ સમાવી હતી. આ નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

આ નવરાત્રીમાં કિંજલ દવેની એન્ટ્રી ખૂબ જ ધમાકેદાર થઈ હતી. કિંજલ દવેની ગ્રાઉન્ડમાં એન્ટ્રી ગરુડ આકારના પ્રોપમાં થઈ હતી. કિંજલ દવેની ધમાકેદાર એન્ટ્રી જોઈને તેમના ચાહકોનો જુસ્સો ખૂબ જ વધી ગયો હતો. કિંજલ દવેનો ધમાકેદાર એન્ટ્રીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં સ્ટેજ પર આવ્યા બાદ સૌપ્રથમ કિંજલ દવે અંબે માતાજીની જય બોલાવી હતી. ત્યારબાદ કિંજલ દવે પોતાના સુંદર અવાજમાં ગરબા ગાવાનું શરૂ કર્યું હતું. કિંજલ દવેનો સુંદર અવાજ સાંભળીને ખેલૈયાઓનો જુસ્સો વધી ગયું અને દરેક ખેલૈયાઓ અલગ અલગ અંદાજમાં ગરબા લેવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કિંજલ દવે નો ધમાકેદાર એન્ટ્રીનો વિડીયો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મુંબઈમાં યોજાયેલી નવરાત્રીમાં કિંજલ દવે સ્ટેજ પર જોરદાર ગરબા લીધા હતા. આ ઉપરાંત તેમણે એક અલગ અંદાજમાં ડાકલા પણ ગયા હતા. કેટલાક લોકો તો માત્ર કિંજલ દવેને જોવા માટે અહીં આવ્યા હતા. કિંજલ દવેનો એક ફોટો લેવા માટે લોકો વચ્ચે પડાપડી થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પહેલા નોરતે કિંજલ દવેએ મુંબઈમાં ગરબાની રમઝટ બોલાવી, કિંજલ દવેએ એવી જોરદાર એન્ટ્રી કરી કે લોકો જોતા જ રહી ગયા…જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*