અયોધ્યા નગરીમાં ઉજવાઇ પહેલી હોળી,રામલલાએ હાથમાં ધારણ કરી પિચકારી,જુઓ તસવીરો…

Published on: 5:12 pm, Tue, 26 March 24

મિત્રો ભારતભરમાં હોળીનો તહેવાર લોકોએ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે ત્યારે આ પ્રસંગે દેશમાં રંગોની ધૂમ જોવા મળી છે ત્યારે થોડાક સમય પહેલા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ને પછી હોળીનો તહેવાર ઉજવાયો છે. ભગવાન રામે પોતાના નવા મંદિરમાં હોળી રમી હતી

અને ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષ પ્રતિ પદાની તારીખે ભગવાન રામ એ સૌ પ્રથમ ફૂલોથી હોળી રમી હતી. બાદમાં મંદિરના પૂજારીઓએ તેમના પર ગુલાલ લગાવ્યો હતો.રામ મંદિરમાં રમાતી હોળીની સૌથી ખાસ વાત એ છે કે ભગવાન શ્રીરામના હાથમાં એક પિચકારી આપવામાં આવી હતી

જેનાથી તેમને હોળી રમી હતી. અવધ પ્રદેશમાં હોળીના અવસરે ગયેલા ફાગણી ગીતો સાંભળીને ભગવાન રામ નો ચહેરો ચમકી ઉઠ્યો અને મંદિરમાં દ્રશ્ય જોઈને તમામ રામ ભક્તો ભાવુક થઈ ગયા હતા. હોળીના તહેવાર નિમિત્તે રામ મંદિરમાં છેલ્લા બે દિવસથી સતત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.

ભગવાને સોમવારે હોળી રમી હતી. મંગળવારે ભક્તોએ મંદિરના હોળીમાં ગીતોગાઈને રામલલાની ભક્તિ માણી હતી. મંદિર પ્રશાસન સાથે જોડાયેલા VHP નેતા શરદ શર્માએ અમર ઉજાલાને જણાવ્યું કે હોળીના અવસર પર રામ મંદિરના અલગ અલગ

કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે જે ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભક્તો રામના દર્શન તેમજ અવધના લોકગીત અને ફાગુઆ ગીતો અને આણંદ માણી રહ્યા છે.જેના કારણે લોકોમાં આનંદ અને ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અયોધ્યા નગરીમાં ઉજવાઇ પહેલી હોળી,રામલલાએ હાથમાં ધારણ કરી પિચકારી,જુઓ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*