મહામારી ના સમય વચ્ચે જાણો વેપારીઓ સરકાર પાસે શું કરી માંગ ?

Published on: 5:20 pm, Thu, 20 May 21

ગુજરાતમાં મહામારીનો બીજો લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે તેમજ અનેક લોકોનો ભોગ પણ લીધો છે. રાજ્ય સરકારે મહાનગરો સહિત 36 શહેરોમાં આંશિક લોકડાઉન લગાવ્યું છે અને આ લોકડાઉન આવતીકાલે 21 મે ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે.

બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ગુજરાત ચેપ્ટર દ્વારા આંશિક લોકડાઉન 31મી મે સુધી લંબાવવાની માગણી કરવામાં આવી છે.

બીજી તરફ સુરતના વેપારીઓ ની એક જ માંગ છે કે આવતી કાલથી સરકાર વેપાર શરૂ કરે. તમામ વેપારી શરતોને આધીન માર્ગદર્શિકાનું પાલન કરવા તૈયાર છે.

કરોડો નહીં પરંતુ અત્યાર સુધીમાં રૃપિયાનું નુકસાન ટેક્સટાઇલ ઉદ્યોગ અને થયું છે અને કામદારો પણ બેકાર બનતા વતન જવા રવાના થઇ ગયા છે. સરકાર હવે લાંબુ લોકડાઉન વધારાશે તો સ્થિતી કફોડી બનશે અને સરકારને તમામ ટેક્ષ ચૂકવવા પડે છે. સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગ નો સર્વે કરી રાહત આપે તેવી માંગ છે.

રાજ્યમાં ધીમે ધીમે વાયરસની રફતાર ધીમી પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમા 5246 નવા કેસ નોંધાયા છે અને 71 દર્દીના વાયરસથી મૃત્યુ થયા છે.

તેની સાથે વાયરસથી કુલ મૃત્યુઆંક 9340 પર પહોંચ્યો છે અને રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9001 દર્દીઓએ વાયરસને માત આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહામારી ના સમય વચ્ચે જાણો વેપારીઓ સરકાર પાસે શું કરી માંગ ?"

Leave a comment

Your email address will not be published.


*