સી.આર.પાટીલ વિશે એવું તો શું લખ્યું ગોપાલ ઇટાલીયાએ કે 7 પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ થઈ અરજી.

Published on: 9:05 am, Fri, 21 May 21

સુરતના સાત અલગ અલગ પોલીસ મથકમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ફરિયાદ કરવા અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત સમાજ ની પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે સુરતમાં એક સાથે સાત સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની અરજી આપવામાં આવી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને માજી બુટલેગર કહેવાતા ફરિયાદ કરવા અરજી આપવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાઓએ ફરિયાદ દાખલ કરવા માંગણી કરી છે.

અને ફેસબુક પોસ્ટમાં ગોપાલ ઇટાલીયાએ પાટિલ વિરોધ લખાણ કર્યું હતું. ગોપાલ ઇટાલીયા facebook માં પોસ્ટ કરી હતી કે તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની સ્થિતિ શું છે અને વિસ્તાર ના નામ સાથે જણાવો.

ત્યારે ફેસબુક યૂઝર્સે તેમાં કોમેન્ટ મારી હતી અને તેનો કોમેન્ટમાં જવાબ આપતા ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે માજી બુટલેગર અને હાલમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરો, મેળ પડી જશે.

અડાજણ પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ પિયુષ કોરિયાએ અરજી કરી છે. અમરોલીમાં અલ્પેશ દેવાણીએ અરજી કરી છે. કતારગામમાં કેતન કલથીયા અરજી કરી છે.

કાપોદ્રામાં વિપુલ સોરઠીયા એ અરજી કરી છે અને સરથાણામાં દિનેશ દેસાઈ અરજી કરી છે. પુણામાં દિનેશભાઈ ગોહીલ અરજી કરી છે. કામરેજમાં યોગેશ પટેલે અરજી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સી.આર.પાટીલ વિશે એવું તો શું લખ્યું ગોપાલ ઇટાલીયાએ કે 7 પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ થઈ અરજી."

Leave a comment

Your email address will not be published.


*