સમગ્ર દેશ માટે ચોમાસાને લઈને આવ્યા એક અગત્યના સમાચાર જાણો.

294

ભારતમાં નેઋત્ય નું ચોમાસુ 13 દિવસ મોડું પૂરું થયું છે અને આ સાથે ઓક્ટોબર થી ડિસેમ્બર ના આ સમયગાળા દરમિયાન તમિલનાડુ, પુંદુચેરી તેમજ આંધ્ર પ્રદેશ કર્ણાટક અને કેરળ ના કેટલાક ભાગોમાં વરસાદને લઈને આવતા ઇશાનના ચોમાસાનો પ્રારંભ થયો છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લગભગ થંભી ગયો છે અને એ દૃષ્ટિએ ભારતમાંથી 28 ઓક્ટોબર થી નૈઋત્ય નું ચોમાસુ વિદાય લઈ લીધું છે.

હવામાન નિષ્ણાંત ના મતે લોઅર અને મીડ ટ્રોપોસ્ફિરિક ઘરે સ્તરે તમિલનાડુ ની સામે બંગાળના ઉપસાગરમાં નૈઋત્યના ભાગે સાયકલોશેન સર્ક્યુલેશન નું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં આગામી પાંચ દિવસ કેરલ,તમિલનાડુ અને પુદુચેરીમાં વરસાદ થવાની શક્યતા છે.

અને આગામી બે દિવસ તમિલનાડુમાં છૂટાછવાયા અને ભારે ઝાપટા થશે. કેરળમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે.

વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ વર્ષે વરસાદ અને કોરોના બંને જનતાનો ખૂબ જ હેરાન કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!