કોરોનાની મહામારી વચ્ચે વીજળી બિલ ને લઈને ગુજરાતીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર

317

ઉદ્યોગ અને લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. સૌરભ પટેલે રાજ્યમાં યુનિટ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાત 1.40 કરોડ જેટલા રાજ્યના લોકોને ફાયદો થશે. મોરબીમાં અગાઉ સિરામિક ઉદ્યોગકારોએ વીજ દર ઘટાડાની માંગ કરી હતી જેમાં ને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને દિવાળીના તહેવાર પહેલા ગુજરાતના અનેક લોકો માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે મોરબીના એક કાર્યક્રમ દરમિયાન વીજળી દરમાં ઘટાડાની મોટી જાહેરાત કરી છે.

સૌરભ પટેલની જાહેરાત મુજબ આગામી ત્રણ મહિના એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ફ્યુઅલ સરચાર્જમાં 19 પૈસા નો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.બે રૂપિયા પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ હતો તેને એક રૂપિયો અને 81 પૈસા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજિત એક કરોડ જેટલા વિધાર્થીઓ ને ત્રણ મહિનાના 356 કરોડ નો મોટો ફાયદો થશે અને મહત્વની વાત એ છે કે આ નિર્ણયથી કોલસા ગેસના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે.

સૌરભ પટેલે વધુમાં જણાવ્યું કે વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજબિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુ અલ સરચાર્જ લેવામાં આવે છે.નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલા ના આધારે વસૂલવામાં આવે છે. ત્રિમાસિક ગાળા દરમિયાન.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ચારેય વીજ વિતરણ કંપની સીરીયલ સરચાર્જ ની વસુલાત પ્રતિ યુનિટ બે પૈસા લેખે વસુલતા હતાં. આગામી ત્રણ મહિના ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81 ના દરે વસૂલવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!