સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ માટે આવ્યા માઠા સમાચાર,જાણો

Published on: 9:41 am, Thu, 31 December 20

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નેતાઓને પક્ષ પલટા અને રાજીનામાં આપવાનો દોર શરૂ થઇ ગયો છે ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક ઘણા ફટકો પડી રહ્યા છે ત્યારે ભાજપ ને પણ એક મોટો ફટકો પડયો છે. ભાજપ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સાંસદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તે રાજીનામું પાછું ખેંચ્યું હતું. નર્મદામાં ભાજપને વધુ એક મોટો ફટકો પડયો છે.

નર્મદા ભાજપના 27 જેટલા આગેવાનોએ રાજીનામા મૂકી દીધા છે.27 આગેવાનોમાં જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો નો સમાવેશ થાય છે.મહત્વનું છે કે સાંસદ મનસુખ વસાવા રાજીનામા આપ્યા બાદ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને.

નર્મદા જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ ઇન્ચાર્જ અને વડોદરા કોર્પોરેશનના સમિતિના પૂર્વ ચેરમેન તાત્કાલિક રાજપીપળા દોડી ગયા હતા અને સાંસદને સમજાવવાના પ્રયાસ કર્યા હતા.

અને આખરે મનસુખ વસાવા રાજીનામું પરત લેતા ભાજપના નેતાઓએ રાહત નો શ્વાસ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!