આખરે મોદી સરકારે માની લીધી ખેડૂતોની આ માંગો, કૃષિ કાયદો પાછો ખેંચવાને લઈને સરકારે…

Published on: 9:23 am, Thu, 31 December 20

તમામ ખેડૂત સંગઠનો છેલ્લા એક મહિના કરતાં પણ વધારે સમયથી દિલ્હી અને આસપાસની રાજ્યોની સરહદો માં નવા ખેડૂત બિલ નો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતોને સમજાવવા કેન્દ્ર સરકાર ખેડૂત સાથે સતત વાતચીત કરી રહી છે અને આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂતોને સરકાર વચ્ચે વાટાઘાટો નો ચોથો રાઉન્ડ શરૂ થયો હતો. ખેડૂતો દ્વારા કૃષિ બિલ પાછા ખેંચવાની માંગ પર અડગ રહ્યા હતા.

ત્યારે સરકારે ખેડૂતોની બિલ પાછું ખેંચવાની માંગણી ફગાવી દીધી હતી અને તેમને એક સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી હતી.ગઈકાલે 2:30 વાગ્યે શરૂ થયેલી ખેડૂત સંગઠન ના નેતાઓ અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ થયા બાદ નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે,આજની બેઠક પહેલાની જેમ ખૂબ સારા વાતાવરણમાં થઇ હતી.

અને આજની બેઠકમાં ખેડૂત સંગઠનોના આગેવાનો જે ચાર મુદ્દા ચર્ચા માટે મૂક્યા હતા તેમાંથી બે મુદ્દા પર સહમતી થઇ હતી. પ્રથમ પરાળીને લઇ ને અને બીજો વીજળી કાયદો. તેમને વધારે માં કહ્યું કે કૃષિ કાયદો અને એમએસપી પરના કાયદા પર ચર્ચા સમાપ્ત થઈ છે. ખેડૂતો દ્વારા કૃષિ બિલ પાછા ખેંચવાનીી.

આ માટે 4 જાન્યુઆરીએ ફરી કે બેઠક મળશે અને તોમરે કહ્યું કે શિયાળો છે, તેથી ખેડૂતો એ વડીલો અને બાળકો ને ઘરે જવા કહેવું જોઈએ. ખેડૂત નેતા ચૌધરી હરપાલસિંહ બેલરી એ જણાવ્યું છે.

કે, સરકારે બે માગણીઓ સ્વીકારી લીધી છે અને આ બંને ને લગતી જોગવાઈઓ પરત ખેંચવાની સંમતિ આપી છે બાકીની બે માંગણીઓ કૃષિ કાયદાને રદ કરવા.

અને એમએસપી પરની ગેરંટી પર ચાર જાન્યુઆરીએ ચર્ચા કરવામાં આવશે. ખેડૂત આંદોલન લઈને આ મહત્વના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આખરે મોદી સરકારે માની લીધી ખેડૂતોની આ માંગો, કૃષિ કાયદો પાછો ખેંચવાને લઈને સરકારે…"

Leave a comment

Your email address will not be published.


*