ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કલેક્ટરે ખેડૂતોને કરી આ ભલામણો, કહ્યુ કે આ સાવચેતી રાખજો…

176

હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર પણ સાવચેતીના ભાગરૂપે પરિપત્ર જાહેર કર્યો છે. પાકને નુકસાન ન થાય તે બાબતે સાવચેતી રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જિલ્લા કલેકટરના પરિપત્ર અનુસાર એપીએમસી, ખેતપેદાશો,ઘાસચારા સહિત ના જથ્થાને સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરવામાં આવી છે. રાજ્યમાં વધારે ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠા ની આગાહી કરી છે અને હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.

વરસાદની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં રવી સીઝનમાં વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.તાજેતરમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ હવામાન નો ફોટો આવ્યો હતો અને ઠેર ઠેર ભારે વરસાદ થયો હતો. ખેડૂતોના ઘઉં જીરુ બાજરી ચણા સહિતના પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું.

ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ફરી 2 અને 3 જાન્યુઆરીએ માતાની શક્યતાના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધવાના એંધાણ થયાં છે. અમદાવાદ જિલ્લામાં પણ આ સમય વાદળછાયું વાતાવરણ રહેશે.

અને આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!