કોરોના ના વધતા જતા કેસો વચ્ચે રાજ્ય માટે આવ્યા મોટા ચિંતાજનક સમાચાર, જાણો.

Published on: 10:26 am, Tue, 30 March 21

રાજ્યમાં કોરોના વાયારસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણ થી મૃત્યુ થયા હતા. કોરોના સંક્રમણ ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ની સંખ્યા 12 હજાર ને પર પહોંચી છે.

રાજ્યમાં કોરોના ના એક્ટિવ કેસની સંખ્યા 12 હજાર ને પાર પહોંચી છે.રાજ્યમાં કોરોના ના એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે.અમદાવાદ અને સુરતમાં પણ કોરોનાવાયરસ નું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ બંને શહેરોમાં 600 ને પાર કેસ પહોંચી ગયા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 602 કેસ નોંધાયા છે જયારે સુરત કોર્પોરેશન 603 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,86,577 લોકો કોરોના ને મ્હાત આપી ચૂક્યા છે.

ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 12 હજાર ને પર પહોચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યો છે જેમાંથી 149 લોકો વેન્ટીલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.

સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે.

સુરતમાં ચારથી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં સતત કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે એમાં પણ સુરત અને અમદાવાદમાં અત્યંત કેસો આવતા સુરત શહેરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના વધતા જતા કેસો વચ્ચે રાજ્ય માટે આવ્યા મોટા ચિંતાજનક સમાચાર, જાણો."

Leave a comment

Your email address will not be published.


*