કોરોના નું સંક્રમણ વધતા સૌરાષ્ટ્રના આ ગામમાં લોકડાઉન ને લઈને લેવાયો મહત્વનો નિર્ણય.

128

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યારે સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ લોકો જાતે સતર્ક થઇ રહ્યા છે અને આવી જ રીતે મોરબીના ગ્રામ્ય વિસ્તાર સતર્ક થયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસો આવતા મહત્વના નિર્ણયો ગામ વિસ્તારમાં લેવામાં આવી રહ્યા છે.મોરબીના પાનેલી ગામે નિર્ણય લીધો છે કે, આમાં પાંચ દિવસ સુધી શાક માર્કેટ બંધ રહેશે. ગામમાં દુકાનો સવારે 7 થી 9 અને સાંજે 3 થી 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગામમાં કોઈ ટોળા વળીને બેસવું નહીં તેમ પણ જણાવવામાં આવ્યું છે. ગ્રામજનોએ સ્વેચ્છિક રીતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.અમદાવાદ અને સુરતમાં પણ કોરોનાવાયરસ નું સંક્રમણ સતત વધી રહ્યું છે.

આ બંને શહેરોમાં 600 ને પાર કેસ પહોંચી ગયા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 602 કેસ નોંધાયા છે જયારે સુરત કોર્પોરેશન 603 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,86,577 લોકો કોરોના ને મ્હાત આપી ચૂક્યા છે.

ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 12 હજાર ને પર પહોચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યો છે જેમાંથી 149 લોકો વેન્ટીલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના થી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!