બે નાના-નાના બાળકોના પિતાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા એક વિડીયો બનાવીને એવું કહ્યું કે… જુઓ સુસાઈડ પહેલાનો વિડીયો…

Published on: 10:46 am, Tue, 16 May 23

દેશભરમાં સુસાઇડ કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ઝેરી દવા પીને પોતાના જીવનનો અંત આણ્યો છે. આ પગલું ભરતા પહેલા યુવકે એક વિડીયો પણ બનાવ્યો હતો. તે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

યુવક વીડિયોમાં પોતાના પિતાને કહી રહ્યો છે કે મારા મૃત્યુ માટે બે લોકો જવાબદાર છે, તેમને જેલમાં જરૂર મોકલજો. હાલમાં તો આ કેસને લઈને પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો વાયરલ થઈ રહેલો વિડિયો રવિવારનો સાંજનો છે, પરંતુ સોમવારના રોજ ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંદીપ હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી. તે લગ્ન પાર્ટીઓમાં બુકિંગ માટે પોતાની scorpio કાર ચલાવે છે. સંદીપે સુસાઇડ કરતા પહેલા એક વિડિયો રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં મૃત્યુ પામેલા સંદીપ એ છત્તરસિંહ અને સંદીપ પરમાર નામના યુવકને પોતાના મોતના જવાબદાર ગણાવ્યા છે.

લગભગ બે મિનિટ અને 51 સેકન્ડના આ વીડિયોમાં સંદીપ કહી રહ્યો છે કે, થોડાક દિવસો પહેલા તેને બંનેને પાંચ પાંચ લાખ રૂપિયા કોકની પાસેથી લઈને ઉછીના આપ્યા હતા. રવિવારના રોજ જ્યારે સંદીપ બંને પાસેથી પૈસા પાછા માગવા ગયો ત્યારે બંને પૈસા આપવાની ના પાડી દીધી હતી.

ત્યારે સંદીપ એ આરોપીને કહ્યું હતું કે, જો તે પૈસા નહીં આપે તો તે સુસાઇડ કરી લેશે. જેના પર આરોપીઓએ સંદીપની ન કહેવાનું કહ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં સંદીપ પોતાના પિતાને કહી રહ્યો છે કે, આરોપીઓ પાસેથી પૈસા લઈ લો અને મારા ગયા પછી તેમને જેલમાં મોકલજો. અને જેની પાસેથી પૈસા લીધા છે તેને પરત કરજો.

આ ઉપરાંત સંદીપ એ પોતાના બાળકોનો ઉલ્લેખ કરતા પોતાના પિતાને કહ્યું હતું કે તેમની યોગ્ય કાળજી લેજો. સંદીપના મૃત્યુના કારણે પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. સંદીપના મૃત્યુના કારણે અઢી વર્ષના અને દોઢ વર્ષના દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. હાલમાં તો પોલીસે વીડિયોના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો