પિતા અને દિકરીની એક સાથે અર્થી ઉઠી : લાડલી દીકરીના મૃત્યુ બાદ આઘાતમાં પિતાને આવી ગયો હાર્ટ એટેક, પિતા અને દીકરીનું કરૂણ મૃત્યુ…

Published on: 9:39 am, Sun, 8 May 22

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દીકરીના મૃત્યુના આઘાતથી તે પિતાનું મૃત્યુ થયું હતું. એક સાથે પિતા અને દિકરીની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના માંડવીમાં બની હતી. માંડવીમાં દીકરીનું મૃત્યુ થયા બાદ તેના વિયોગમાં પિતાને હાર્ટ એટેક આવ્યો હતો.

હાટ એટેક આવવાના કારણે પિતાનું પણ કરુણ મૃત્યુ થયું હતું. એક સાથે પિતા અને દિકરીની અંતિમયાત્રા નીકળતા અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર માંડવી શહેરમાં મહેશભાઈ મૈત્રી ગેસ્ટ હાઉસ ચલાવતા હતા. મહેશભાઈની દીકરીનું નામ મૈત્રી હતું.

ત્રણ દિવસથી ભુજ ખાતેની હોસ્પિટલમાં મૈત્રીની સારવાર ચાલી રહી હતી. ત્યારે અચાનક બ્રેઇનસ્ટોક આવવાથી મૈત્રીનું શનિવારના રોજ કરૂણ મૃત્યુ થયું હતું. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને 65 વર્ષીય પિતા મહેશભાઈ નાનાલાલ શાહ આઘાત લાગ્યો હતો. એકની એક લાડકી દીકરીનું મૃત્યુ થતાં વિયોગમાં મહેશ ભાઈને પણ હાર્ટ એટેક આવી ગયો હતો.

હાર્ટ એટેક આવવાના કારણે મહેશભાઈનું પણ કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર પિતા અને દીકરી નું મૃત્યુ થતા સમસ્ત જૈન સમાજમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર આ આજ સવારે આઠ વાગ્યાની આસપાસ મહેશભાઈના નિવાસસ્થાનથી મહેશભાઈ અને તેમની દીકરી મૈત્રીની અંતિમયાત્રા નીકળી હતી. એક સાથે પિતા અને દીકરી ની અંતિમયાત્રા નીકળતા અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતા અને દિકરીની એક સાથે અર્થી ઉઠી : લાડલી દીકરીના મૃત્યુ બાદ આઘાતમાં પિતાને આવી ગયો હાર્ટ એટેક, પિતા અને દીકરીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*