સુરતમાં સહારા દરવાજા પાસે સરકારી બસે એક્ટિવાને લગાવી જબરદસ્ત ટક્કર, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીનું કરુણ મૃત્યુ…

Published on: 9:57 am, Sun, 8 May 22

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં ફરી એક વખત બેફામ બસ ચાલકના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માતની ઘટનામાં એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના સુરત શહેરના સહારા દરવાજા પાસે બની હતી. સહારા દરવાજા પાસે GSRTC ST બસએ એક બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર 7 વર્ષની દીકરી ને ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. 7 વર્ષની દીકરી લનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર બાળકી પોતાના પિતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે બેફામ બનેલી બસે એક્ટિવાને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પાછળ બેઠેલી બાળકી બસની નીચે આવી ગઈ હતી. આ કારણોસર તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં પિતા અને અન્ય બે બાળકીઓનો બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઇને મહિધરપુરા પોલીસ દ્વારા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરની અંદર પુરપાટ ઝડપે ચાલતી બસો સામે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઘટના પહેલી વાર નહીં પરંતુ અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી જ રહે છે. અત્યાર સુધીમાં બેફામ રીતે ચાલતી બસના કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં સહારા દરવાજા પાસે સરકારી બસે એક્ટિવાને લગાવી જબરદસ્ત ટક્કર, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*