કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા 20 રાજ્યોના ખેડૂતોએ કર્યું ચોકવાનારું કામ,જાણો વિગતે

236

એક તરફ 40 થી વધુ ખેડૂત સંગઠનો છેલ્લા 27 દિવસથી ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર બેઠા છે. ખેડૂતો નો એક ભાગ કૃષિ કાયદા ની તરફેણ માં આવેલો છે. દેશના 20 જેટલા રાજ્યના ખેડૂતોએ આજ રોજ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને કૃષિ ટેકો આપતો પોતાનો સહી કરેલો પત્ર આપ્યો હતો. આ પત્ર પર 3 લાખ 13 હજાર 363 ખેડૂતો સહી કરેલી છે.આ ખેડૂતોનું કહેવું છે.

કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓ સંપૂર્ણ રીતે ખેડૂતોના હિતમાં છે.માટે અમે ખેડૂત કાયદાઓને સમર્થન કરીએ છીએ.નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ પર ખેડૂત સંગઠન આજે તેનો જવાબ કેન્દ્ર સરકારને મોકલવાની અંતિમ વ્યૂહ રચના નક્કી કરી રહ્યો છે.

જે અંતર્ગત v બપોરે બે વાગ્યાથી સિંધુ બોર્ડર પર ખેડૂત સંગઠનમાં નેતાઓની બેઠકો ચાલી રહી હતી. ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે.

આ બેઠકમાં પંજાબ ઉપરાંત અન્ય રાજ્યોના ખેડૂત સંગઠન ના નેતાઓ પણ સામેલ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!