કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 1 માં પ્રવેશવા માટે બાળક આટલા વર્ષનો હશે તો જ મળશે પ્રવેશ.

Published on: 6:45 pm, Wed, 23 December 20

કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિની ને લઈને ધોરણ 1 માં પ્રવેશ ના ધારાધોરણ બદલાયા છે. ગુજરાત બોર્ડની શાળામાં અત્યાર સુધી પાંચ વર્ષની ઉંમરે 1 ધોરણમાં પ્રવેશ અપાતો હતો. પરંતુ નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24 થી 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ ધોરણ માં પ્રવેશ આપવામાં આવશે. ભારતમાં ૩૪ વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે.ત્યારે હવે વર્ષ 2023-24 થી.

ધોરણ 1 માં 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે.થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યા સહાયકોને બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે જેમાં નવા નિયમ અનુસાર હવે ધોરણ 1 થી 8 સળંગ એકમ નહીં ગણાય.

ધો.1 થી 5 અને ધો.6 થી 8 માં અલગ-અલગ સિનિયોરિટી ગણાશે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોની જિલ્લા બદલીમાં સરળતા રહેશે.કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ હતી.

એટલે કે આગામી વર્ષ 2023-24 માં બાળક 6 વર્ષનો હશે તો જ તેને ધોરણ 1 માં પ્રવેશ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!