સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસનો વધારે ભાવ મળતા ખેડૂતભાઈઓમાં જોવા મળી ખુશીની લાગણી, જાણો મણદીઠ કપાસનો ભાવ

Published on: 10:45 am, Tue, 6 October 20

સૌરાષ્ટ્રના ગઢડા મુકામે સોમવારના રોજ ગઢડા માર્કેટિંગ યાર્ડ તથા સમિતિના ઢસા સબ મુકામે નવી સિઝનની નિયંત્રિત જણસીઓ ની હરાજીનો પ્રારંભ સમિતિના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે બંને યાર્ડમાં કપાસની 18 હજાર મણની આવક થવા પામી હતી.ગઢડા યાર્ડમાં મુહર્ત માં કપાસ નો ભાવ 51 બોલાતા સમગ્ર ખેડૂત ભાઈઓ માં ખુશી ની લાગણી જોવા મળી હતી. સમિતિના ચેરમેને જણાવ્યું હતું.

હાલમાં માર્કેટયાર્ડમાં મગફળી રજીસ્ટ્રેશન કામગીરી ચાલુ છે.સરકાર દ્વારા તા.21/10/2020 થી મગફળી ખરીદી ની કામગીરી ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત ટૂંકસમયમાં ગઢડા મુખ્ય યાર્ડ તથા સબયાર્ડમાં સી.સી.આઇ દ્વારા ટેકાના ભાવે કપાસની પણ ખરીદી ચાલુ કરવામાં આવશે.

આજની આ નવી સીઝન હરાજીના પારંભ સમિતિના ચેરમેન કિરીટભાઈ અને વાઇસ ચેરમેન રવજીભાઇ રાજપરા સમિતિના કાર્યકરો તથા સહકારી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તે માટે આ ખેડૂતો માટે સારા સમાચાર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસનો વધારે ભાવ મળતા ખેડૂતભાઈઓમાં જોવા મળી ખુશીની લાગણી, જાણો મણદીઠ કપાસનો ભાવ"

Leave a comment

Your email address will not be published.


*