કોરોનાવાયરસ ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા આવ્યા રાહતના સમાચાર

Published on: 10:13 am, Tue, 6 October 20

કોરોનાવાયરસ ને લઈને અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર આવવા થી એવું નથી કે આપણે કોરોનાવાયરસ સામે સાવધાની રાખવાનું છોડી દેવું જોઈએ. પરંતુ જિંદગી ડરી ડરીને જીવતા હોય તે જરૂર છોડી દેજો.એક મહત્વપૂર્ણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને જેના તારણો થી જાણવા મળ્યું છે કે કોરોના ના 70 ટકા દર્દીઓ ચેપ ફેલાવતા નથી.

આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં કરાયેલા અભ્યાસ દ્વારા જાણકારી મળી છે કે, કોરોના ના 70 ટકા દર્દીઓ સંક્રમણ ફેલાવતા નથી.આપ્યા સંતો આંધ્રપ્રદેશ અને તામિળનાડુમાં થયો હતો પરંતુ અભ્યાસ અમેરિકાસ્થિત સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક એન્ડ ઇકોનોમિક્સ પોલીસી, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના સરકારો તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એટ બ્રેકલી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

કોરોના સંક્રમણ અંગે કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, કોરોનાથી શકય તમામ વ્યક્તિઓ વાયરસ નો પ્રસાર કરતા નથી.બીજું મહત્વપૂર્ણ તારણ જાણવા મળ્યું છે કે સરખી ઉંમરના બાળકોમાં આ ચેપનો ફેલાવો વધુ થાય છે.

આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ ના આ અભ્યાસ સાયન્સ મેગેઝિનના 30 સપ્ટેમ્બર ના રોજ એક મથાળા હેઠળ આ અભ્યાસ પ્રકાશિત થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!