ફેક્ટરીના માલિક પિતા અને પુત્રએ સાથે ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું- જાણો ક્યાની છે આ દુઃખદ ઘટના

Published on: 5:53 pm, Wed, 27 October 21

ગુજરાત રાજ્યમાં પોતાનું જીવન ટૂંકું કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરાની તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક અને તેના પુત્રે રેલવે ટ્રેક પર પડતું મૂકીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

ટ્રેનની જોરદાર ટક્કરને કારણે બંનેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી તેને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષિય ફેક્ટરીના માલિક દિલીપભાઇ વિમલભાઈ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઈ દલાલ એક સાથે રેલવે ટ્રેક પર પડતું મૂકીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

મળતી માહિતી મુજબ બંને મંગળવારના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ રેલવે ટ્રેક પર પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બનતા જ રેલવે સ્ટેશન પર ઉભેલા લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે પિતા-પુત્ર આ પગલું ભર્યું તેના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પિતા અને પુત્રએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તેનું હજુ કોઈ કારણ સામે આવ્યું નથી.

મળતી માહિતી અનુસાર 43 વર્ષીય રસેશ દલાલ અપરિણીત હતો અને મળતી માહિતી અનુસાર તેને માનસિક બીમારી હતી. તે મકરપુરા ટિકિટ લેવા જઈ રહ્યો છે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ આ પ્રકારનું પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફેક્ટરીના માલિક પિતા અને પુત્રએ સાથે ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું- જાણો ક્યાની છે આ દુઃખદ ઘટના"

Leave a comment

Your email address will not be published.


*