રાજ્યમાં કોરોનાવાયરસ ને લઈને આવ્યા અત્યંત રાહતના સમાચાર,જાણો ગુજરાતભરમાં આજે કેટલા નવા કેસ નોંધાયા

100

ગુજરાતમાં કોરોનાવાયરસ ના દિવસે ને દિવસે વળતા પાણી દેખાઈ રહ્યા છે અને રાજ્યના આજે કોરોના ના 285 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાં 422 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યના રિકવરી રેટ 97.10 ટકા જેટલો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સધન પ્રયાસોને લીધે 2,54,531 દર્દીઓએ કોરોના ને મહાત આપી દીધી છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી ના પરિણામે.

કોરોના ના કેસો માં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 4389 દર્દીઓના મોત થઇ ચુક્યા છે અને અત્યાર સુધીમાં 2,54,531 દર્દીઓ કોરોના માંથી સ્વસ્થ થયા છે.

આજે અમદાવાદમાં કોરોના ના નવા 61 કેસ સામે આવ્યા છે અને એક વ્યક્તિનું મોત થયું નથી.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલી માહિતી પ્રમાણે મંગળવારે સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં.

કોરોના ના નવા 285 કેસ નોંધાયા છે.બીજી તરફ આજે સારવાર દરમિયાન વધુ 422 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે અને સમગ્ર ગુજરાત માટે અત્યંત રાહતના સમાચાર ગણી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!