ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, જાણો વિગતે.

111

વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષાની તારીખ શીત ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12 ની ડેટશિત જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઇને ડેટશીટ જોઈ શકશે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયલ નિશંક 31 ડિસેમ્બર 2020 ના રોજ કરી ચુક્યા છે. પરીક્ષા ઓફલાઈન લેખિત સ્થિતિમાં લેવામાં આવશે અને પેપરમાં 33 ટકા આંતરિક પસંદગીના પ્રશ્ન હશે.

અને પરીક્ષાનો અભ્યાસક્રમ પણ ઘટાડીને 30 ટકા કરાયો છે.નિશંક જણાવ્યું કે શાળાઓ 1 માર્ચ થી પ્રેક્ટીકલ પરીક્ષાઓ લેશે અને રોગચાળાના કારણે શાળાઓ સંચાલન કરી શકતી ન હોય તો પ્રક્ટિકલ પરીક્ષાનો વિકલ્પ હોઈ શકે છે.

બોર્ડ પરીક્ષાની ડેટશીટ બેઠક જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પરથી ડેટશીટ ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાઓની તારીખ સિવાય ડેટશીટમાં બોર્ડ પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓ માટે અમલ કરવાના મહત્ત્વપૂર્ણ આદેશ પણ જાહેર થશે.

કોરોના મહામારી ના કારણે સિલેબસ ઘટાડી દેવામાં આવ્યો છે અને ગયા વર્ષે સીબીએસસી જુલાઈમાં પરિણામો જાહેર કર્યા હતા.91.46 ટકા વિદ્યાર્થીઓ દસમાં ધોરણની પરીક્ષા પાસ કરી અને કુલ 88.78 ટકા વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!