ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના ઉમેદવારો ને ટિકિટ આપવાના આ નિર્ણય સામે ભાજપ ના આ દિગ્ગજ નેતાએ ચડાવી બાંયો.

125

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો ના માપદંડ નક્કી કરાયા છે.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઇને મોટું નિવેદન આપ્યું છે.60 વર્ષથી ઉંમરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય.તેમજ ત્રણ ટર્મ થી ચુંટનાર સભ્યોની ટિકિટ નહિ અપાય.

અને એટલું જ નહિ હોદેદારો અને આગેવાનોને કોઈ સગાને પણ ટિકિટ નહિ મળે અગાઉ તેમને 55 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં માગવાની ભલામણ કરી ત્યારથી જ પાર્ટીમાં સિનિયર નેતાઓમાં અસંતોષ શરૂ થઈ ગયો હતો.

અમદાવાદના ખાડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર મયુર દવે એ સી.આર.પાટીલ ના આ નિર્ણય મુદ્દે વિરોધ નોંધાવતા જણાવ્યું કે, મારી ઈચ્છા તો ચૂંટણી લડવાની છે.મે સેન્સ પક્રિયાં દરમિયાન પણ દાવેદારી નોંધાઈ હતી.

બીજું કે જે સિનિયર કાઉન્સીલરોને પાર્ટી ચૂંટણી નહિ લડાવે.તો કોર્પોરેશનની અંદર અધિકારીઓ બેફામ બની જશે. કમિશનરને કોઈ ગાઠશે જ નહીં કારણકે મને ખબર છે કે, લોકડાઉન દરમિયાન વિજય નેહરા સાહેબ હતા.

અમે ફોન કરતા તો ફોન રિસિવ નહોતા કરતા પછી અમારે ઇ મેઇલ કરવા પડતા હતા.તેઓએ ઉમેર્યું કે સિનિયર કાઉન્સીલરો અનુભવ પણ કામમાં આવશે એનો લાભ પ્રજાને મળશે અને પાર્ટીને પણ મળશે.

બીજા વોર્ડ માં પણ અમે લોકોએ ઉપરવટ જઇને કામ કરાવેલા છે.અમે કમિશનર ને કહેતા આ કામ કાયદેસર છે કરવું જ પડશે.અમે ઉપર ઊભા રહીને કામ કરાવડાવીએ છીએ.જે અમારા અનુભવ કારણે કામ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!