કૃષિ કાયદાના વિરુદ્ધ માં ખેડૂત સંગઠન નું મોટું એલાન, સમગ્ર દેશમાં ત્રણ કલાક સુધી…

Published on: 5:23 pm, Tue, 2 February 21

લગભગ છેલ્લા 70 દિવસથી ચાલી રહેલું આંદોલન ના ખેડૂત મિત્રો એ ફરી એકવાર ફેબ્રુઆરીના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. સોમવારના ખેડૂતોના સંયુક્ત મોરચાની બેઠકમાં સહમતી બન્યા બાદ ભારતીય કિસાન યુનિયન ના નેતા બલબીર સિંહ રાજેવાલે આની જાહેરાત કરી છે.

ભારતીય ખેડૂત યુનિયન ના નેતા બલબીર સિંહ એ 6 ફેબ્રુઆરી ના રોજ બપોરે ના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રસ્તો બ્લોક કરશે.અને તેઓએ કહ્યુ કે પ્રદશન સ્થળે ઇન્ટર નેટ બંધ છે અને બજેટ માં પણ ખેડૂતોને ધ્યાન માં લેવામાં આવ્યા નથી.

તેઓએ કહ્યું કે આવા અનેક મુદ્દાઓને લઈને અમે ચક્કા જામ કરીશું. ખેડૂત નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય બજેટ 2021-22 માં ખેડૂતોને ધ્યાને લેવાયા નથી જે સ્થળે વિરોધ પ્રદશન થઈ રહ્યુ છે.

ત્યાં પાણી અને વીજળીની સેવા બંધ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે.કૃષિ કાયદા ઉપરાંત અન્ય મુર્દા ને લઈને ખેડૂતો દ્વારા 6 ફેબ્રુઆરી એ ત્રણ કલાક માટે ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉક” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!