ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થિની ને રાજ્ય સરકાર આપશે 25 હજાર રૂપિયા, સ્ત્રી સશક્તિકરણની દિશામાં સરકારનો મોટો નિર્ણય.

111

બિહારમાં અપરણિત યુવતીઓને 12મું ધોરણ પાસ કરવા પર 25 હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટ થવા પર 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.બિહારમાં નીતિશ કેબિનેટ વિસ્તરણ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે મંગળવારે નીતીશકુમાર કેબિનેટ બેઠક મળી હતી.

જે બેઠકમાં કુલ 18 એજન્ડા પર મહોર લગાવાઈ છે.આ મહત્વપૂર્ણ નિર્ણય પછી બિહારમાં ધોરણ 12 પાસ કરવા પર વિદ્યાર્થીની ને 25000 અને ગ્રેજ્યુએટ થવા પર 50 રૂપિયા પ્રોત્સાહન આપવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી નીતીશકુમારે નિશ્ચય ભાગ 2 ની જાહેરાત કરી હતી, જેમાં તેમને રાજ્યમાં મહિલા સશક્તિકરણ અંગે ના વચનો આપ્યા હતા અને સરકારની રચના બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે તેનો અમલ શરૂ કરી દીધો છે.

મહત્વનું છે કે અગાઉ રાજ્ય સરકાર તરફથી અપરણિત દીકરીઓને 10,000 અને ગ્રેજ્યુએટ પાસ કરનાર દીકરીઓને 25 હજાર રૂપિયા આપતી હતી.બિહાર કેબિનેટમાં શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ.

મહત્વ ના નિર્ણય માં કેબિનેટની બેઠકમાં ફરજમાંથી ગેરકાયદેસર અને ગેરહાજર રહેવાના આરોપસર મેડિકલ અધિકારીઓને બરતરફ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. કિશનગંજની વેટરનરી અને એનિમલ કોલેજ માટે 208 શૈક્ષણિક અને.

વહીવટી જગ્યાઓને રચનાને મંજૂરી આપવામાં આવી છે.બિહારના તમામ મ્યુનિસિપલ વિસ્તાર હેઠળ બાંધવામાં આવેલ તમામ ઉધાનોને જાળવવા અને વિકસાવવા માટે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!