ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો વિગતે.

Published on: 11:32 am, Sat, 19 June 21

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી. આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા. રાજ્યમાં આજે વહેલી સવારે પ્રમુખ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ જુનાગઢ, ગીર સોમનાથ માં ધોધમાર વરસાદની આગાહી છે.

આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે. રાજ્યમાં નવસારી અને ડાંગમાં પણ અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે.

આજે વહેલી સવારે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ આવી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં વરસાદની શક્યતા ઓછી છે. રાજ્યમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી 56 તાલુકામાં વરસાદ પડવાની આગાહી છે.

આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*