દેશમાં આટલા જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર, જાણો વિગતે.

54

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારાના કારણે સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે. દેશમાં અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, લદાખ સહિતના દરેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ને પાર પહોંચી ગઈ છે.

દેશમાં 217 જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત સો 100ને પાર પહોંચી ગઈ છે. આ પાંચ રાજ્યોમાં તમામ જિલ્લાઓમાં પેટ્રોલની કિંમતમાં સતત વધારો થતાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

મુંબઈમાં આજનો પેટ્રોલનો ભાવ 103 રૂપિયાને પાર થઈ ગયો છે. ડીઝલનો પ્રતિ લીટર ભાવ 95.14 રૂપિયા થયો છે. મુંબઈ ઉપરાંત હૈદરાબાદ અને બેંગલોર માં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

આજે હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ 100.74 રૂપિયા છે. બેંગ્લોરમાં આજે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.17 રૂપિયા છે. દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.93 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 87.69 રૂપિયા છે.

અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 93.84 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 94.43 . જો તમારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘર બેઠા બેઠા જાણવું હોય તો આ રીતે એક એસએમએસ કરીને જાણી શકો છો.

ઇન્ડીયન રેલવેની વેબસાઇટ અનુસાર RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર એસએમએસ મોકલવાનો રહેશે. દેશમાં સવારમાં 06:00 ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઘટાડો થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!