આ દાદીમાં આટલી ઉંમરે પણ નાનું-મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, દાદીમાના ઘરની પરિસ્થિતિ જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

Published on: 5:46 pm, Wed, 27 April 22

જીવન જીવવાના બે પાસાં હોય છે સુખ અને દુઃખ, એવામાં ઘણા લોકો સુખથી જીવન જીવી જતા હોય છે, અને કેટલાક લોકોને તો દુઃખના મારે ભૂખ્યા સૂઈ પણ જવું પડતું હોય છે. અને દુઃખનો ભોગ બનનાર એવા વ્યક્તિઓ ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરતા હોય છે અને આવા લોકો આખો દિવસ મહેનત કરીને ગુજરાન ચલાવતા હોય છે.

ત્યારે નવાઈની વાત તો એ કે આખો દિવસ મહેનત કરીને પણ રાત્રે ભૂખ્યા સૂવું પડે તે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. આવી અનેક કરુણ ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં લોકોને આખો દિવસ મહેનત કરવા છતાં પણ ખાવાના ફાંફા પડતા હોય છે. ત્યારે એવામાં જ આજે આપણે એક વૃદ્ધ દંપતી વિશે વાત કરીશું કે જેઓ દુઃખના દિવસો પસાર કરી રહ્યા છે.

વિસ્તૃતમાં કહીશ તો આ દાદી નું નામ શારદાબેન અને તેમના પરિવારમાં બે દીકરા અને તેઓ એકલા જ રહે છે. તેમનો મોટો દીકરો સાથે રહે છે. અને એ દીકરો પણ બીમાર રહેતો હોવાથી તેનાથી કશું કામ થતું નથી ત્યારે પરિવારમાં કામ કરનાર માત્ર એક જ આ દાદી કે જેઓ આખો દિવસ સાડીઓનું કામ કરતા રહે છે.

અને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે વાત કરીએ તો આ દાદી ના પરિવારને ખાવાનું પણ તેમની બાજુમાં રહેતા પાડોશીઓ આપી જાય છે. કારણ કે દાદી પાસે એટલા પૈસા પણ નથી કે તેઓ બે ટક જમી શકે. તેમની પાસે ઘર ચલાવવા માટેનું કરિયાણું કઈ રીતે લાવવો એવા પણ વિચાર કરવા પડે છે.

ત્યારે આ પરિવારને ચલાવવા માટે માત્ર દાદી નાના મોટા કામ કરીને પૂરું પાડે છે તો પણ પૂરું પડતું નથી. આ દાદીનો દીકરો બીમાર રહેતો હોવાથી તેનાથી પણ કશું કામ થતું નથી. તેવામાં વાત કરીએ તો નવાઈ લાગશે કે ઘણા દિવસોથી તો તેમના પરિવાર પાસે એક રૂપિયો પણ નથી અને દાદીએ તો તેમના જીવનમાં સુખ જોયું જ નથી.

માત્ર તેઓ દુઃખના દરિયા પાર કરી રહ્યા છે. આવી પરિસ્થિતિઓ ને લગતા ઘણા કિસ્સાઓ સામે આવતી હોય છે કે જેમાં લોકો ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરીને પણ ગુજરાન ચલાવી લેતા હોય છે. પરંતુ આ વૃધ્ધ દાદી જાય તો જાય ક્યાં. અને તેમનાથી થાય એટલું કામ કરીને તેઓ પૈસા કમાય છે.

જો તમને પણ આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ઈચ્છા થાય તો નીચે આપેલા નંબર પર કોલ કરવા વિનંતી. જેનાથી આવા ગરીબ લોકો રાહત નો શ્વાસ લે અને તેમને આપણે એક નાની એવી મદદ કરી શકીયે તો આ નંબર પર કોલ કરો- 7600 900 300.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ દાદીમાં આટલી ઉંમરે પણ નાનું-મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, દાદીમાના ઘરની પરિસ્થિતિ જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*