અરર..! રોડ ક્રોસ કરતી બે દીકરીઓને ઝડપી કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી, બંને દીકરીઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને…કઠણ કાળજા વાળા લોકો જ વિડીયો જોજો નહીંતર…

Published on: 6:07 pm, Sat, 4 March 23

દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકો ગંભીર અકસ્માતની ઘટનાનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલ 2 છોકરીઓ સાથે એવી ગંભીર અકસ્માતની ઘટના બની કે વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે.

આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઉતરાખંડના રુરકી શહેરમાં આવેલા મેંગલોર ગોપાલ વિસ્તારમાં દિલ્હી-હરિદ્વાર હાઈવે ઉપર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ઝડપી કારે રોડ ક્રોસ કરી રહેલી બે છોકરીઓને જોરદાર ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બંને છોકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને બંનેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બે છોકરીઓ રોડ ક્રોસ કરી રહી હતી.ત્યારે સ્પીડમાં આવતી એક કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને છોકરીઓ ફૂટબોલની જેમ હવામાં ઉછળીને ઘણી દૂર જઈને પડી હતી. આ દરમિયાન બંનેમાંથી એક છોકરી બીજી બાજુથી પસાર થતી એક કારની અડફેટેમાં આવી ગઈ હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે માત્ર છ સેકન્ડમાં એક યુવતીને બે કારે કચડી નાખી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત થયેલી બંને છોકરીઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ અકસ્માતની ઘટનામાં એક 16 વર્ષની દીકરી અને એક 7 વર્ષની દીકરી કારની જ અડફેટેમાં આવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. જ્યારે 16 વર્ષની દીકરી ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને બીજી કારની અડફેટેમાં આવી ગઈ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે પ્રથમ કારચાલકની કાર જપ્ત કરીને કાર ચાલકને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરર..! રોડ ક્રોસ કરતી બે દીકરીઓને ઝડપી કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી, બંને દીકરીઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને…કઠણ કાળજા વાળા લોકો જ વિડીયો જોજો નહીંતર…"

Leave a comment

Your email address will not be published.


*