એલા ભાઈ સાવ આમ ના હોય! એક વ્યક્તિ સ્કુટી પર 5 બાળકોને લઈને શાળાએ મૂકવા જઇ રહ્યો છે – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો…

Published on: 4:57 pm, Thu, 24 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા છે જેમાં એક બાઈક પર ત્રણથી પણ વધારે લોકો સવાર થઇને જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોકી જશો. કારણ કે વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સ્કુટી પર 5 બાળકોને લઈને જઈ રહ્યો છે.

એટલે કે સ્કુટી પર એક સાથે કુલ 6 લોકો સવાર થઇને જઇ રહ્યા છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે અને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સ્કુટી પર એક વ્યક્તિ પાંચ બાળકોને લઈને શાળાએ મૂકવા જઇ રહ્યો છે.

ચાર બાળકો સ્કુટી ની સીટ પર બેઠેલા છે. અને એક બાળકને સીટ પર બેસવાની જગ્યા નથી મળતી એટલે તે બાળક સ્કુટી ની બાજુમાં લટકી રહ્યો છે. આ લોકોને જોઈને ત્યાંથી પસાર થઇ રહેલા તમામ લોકો ચોંકી ગયા છે અને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા છે. કોઈપણ દિવસ આ રીતની જોખમી સવારી ન કરવી જોઈએ.

એક બાઈક કે સ્કુટીમાં વધુમાં વધુ બે કે ત્રણ વ્યક્તિઓને બેસવું જોઈએ. આ રીતે જોખમી સવારી કોઈક વખત આપણો જીવ જોખમમાં મૂકી શકે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં લોકો એકબીજાને ખૂબ જ શેર કરી રહ્યા છે. વિડીયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે, આવી જોખમી સવારી ન કરવી જોઈએ. જો કોઈ ઘટના બને તો બાળકો પોતાનો જીવ ગુમાવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એલા ભાઈ સાવ આમ ના હોય! એક વ્યક્તિ સ્કુટી પર 5 બાળકોને લઈને શાળાએ મૂકવા જઇ રહ્યો છે – વિડીયો જોઈને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*