છેને બાકી ગજબ જુગાડ! આ વ્યક્તિએ પોતાના દેશી જુગાડથી બનાવ્યું કસરત કરવાનું જબરદસ્ત મશીન – જુઓ વિડિયો

Published on: 5:08 pm, Thu, 24 March 22

આપણા દેશમાં અવનવા પ્રયોગો અને જુગાડ કરવાં એ એક કળા છે. તેમાં પણ અલગ અલગ નુસ્કા ઓ અપનાવી નવી નવી વસ્તુ બનાવી એ પણ એક કળા જ છે. હાલ તો તમે આ ટ્રેડમિલ નામના ડીવાઈસ વિશે સાંભળ્યું જ હશે જે દોડવાની કસરત માટે અને દોડવાની ઝડપ ને વધારી ઘટાડી શકાય તેનું કામ કરે છે. એવું એક ઈલેક્ટ્રોનિક ડીવાઈસ છે જે વીજળી થી ચાલે છે.

આ ટ્રેડમિલ મોટેભાગે જિમ માં જોવા મળે છે અને કેટલાક ઘરોમાં માં જોવા મળે છે. આ એક એવુ ડેવિસ છે જે દોડવાની કસરત ને સરળ બનાવે છે. તેની ખાસિયત એ છે કે તે જગ્યા પણ ઓછી રોકે છે અને ઉપયોગ માં પણ સરળ છે. સાથે સાથે અલગ અલગ સ્પીડ પ્રમાણે દોડી શકો છો.

આજકાલ તમને લગભગ દરેક જિમ માં આ ટ્રેડમિલ જોવા મળે છે. પરંતુ આજે તમને એક એવા વીજળી વગર ચાલતા ટ્રેડમિલ ડીવાઈસ વિશે વાત કરીશું જે જોઈને તમને પણ નવાઈ લાગશે. ત્યારે એવુજ એક વીજળી વગર ચાલતું ટ્રેડમિલ ડીવાઈસ એક વ્યક્તિ એ બનાવ્યું છે.જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

આ વીડિયો હાલ માં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે. એક વ્યક્તિએ લાકડાનાં નાના નાના ટુકડા માંથી ટ્રેડમિલ બનાવ્યું છે જે વીજળી વગર ચાલે છે. જે તમે પણ પહેલી વાર જોયું હશે કે લાકડા માંથી ટ્રેડમિલ બનાવ્યું અને એ પણ વીજળી વગર ચાલતું. આ વિડીયો ટ્વિટરમાં @arunbee નામના યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.

તમે વીડિયો માં જોઈ શકો છો કે એ વ્યક્તિ આ ટ્રેડમિલ બનાવવા લાકડા નાં ટુકડા અને નટ નો ઉપયોગ કરે છે. નટ અને બોલ્ટ ,લાકડા ને એવી રીતે ફિટ કરે છે કે ગોળ ગતિ માં ફરી શકાય. આ વીડિયો ને સોશિયલ મીડિયાનાં પ્લેટ ફોર્મ પર જોતા ત્યાં કેપશન માં લખ્યું છે કે, શાનદાર ટ્રેડમિલ ડીવાઇસ કે જે વીજળી વગર ચાલે છે.

તેનો મુખ્ય હેતુ વીજળી પણ બચે અને સાથે સાથે દોડવાની કસરત પણ થાય. વિડિયો ખુબજ વાયરલ થતાં લોકોએ આ વ્યક્તિની કળા અને જુગાડની વાહ વાહ કરી છે. અને આવી અદભુત ક્રિએટિવિટી જોઇને એવું કહી શકાય કે આજ સાચું એન્જીન્યરીંગ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "છેને બાકી ગજબ જુગાડ! આ વ્યક્તિએ પોતાના દેશી જુગાડથી બનાવ્યું કસરત કરવાનું જબરદસ્ત મશીન – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*