વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મોટી જાહેરાત, જાણો

Published on: 3:40 pm, Tue, 29 December 20

સરકારે પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવાનો ઇન્કાર કર્યો છે.રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે પ્રાથમિક શાળાઓ હજુ શરૂ કરવામાં આવી નથી તેવામાં માસ પ્રમોશન માટેના અહેવાલો મીડિયામાં આવ્યા હતા. રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મહામારી ના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો તેમનો કોઇ વિચાર નથી.શિક્ષણ મંત્રીએ કહ્યું કે આગામી શૈક્ષણિક.

વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રમોશન કરવા પહેલા પરીક્ષાઓ લેવામાં આવશે.શિક્ષણ મંત્રીએ કહ્યું કે ધોરણ 1 થી 8 અને 9 તેમજ 11 મા ધોરણના વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવામાં આવશે અને શાળાઓએ ઓનલાઇન સિલેબસ ભણાવ્યો છે તે આધારે તેમની પરીક્ષાઓ રહેશે.

ચુડાસમા અમારા સહયોગી એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે જો આખો સિલેબસ કોરોના મહામારી ના કારણે ઓનલાઇન ભણાવી ન શકાય હોય.

તો વિદ્યાર્થીઓની પરીક્ષા જેટલો સિલેબસ જણાવવામાં આવ્યો છે તેના આધારે લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!