સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં સર્જાયો રાજકીય ભૂકંપ,જાણો

Published on: 3:23 pm, Tue, 29 December 20

ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વસાવા એ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. ભાજપના આ નેતા એ રાજીનામું દેતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે.મનસુખ વસાવાએ તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે.

મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન થાય તે માટે હું રાજીનામું આપું છું. ભારતીય જનતા પક્ષે મારી સમતા કરતાં પણ ઘણું બધું મને આપ્યું છે. જે માટે પક્ષના કેન્દ્રીય નેતાગણ નો હું ઘણો આભાર માનું છું.શક્ય તેટલી પક્ષમાં પણ વફાદારી નિભાવી છે અને મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે.

તે કારણસર પક્ષમાંથી રાજીનામું આપું છું જે બદલ મને પક્ષ માફ કરે.બજેટ સત્ર દરમિયાન લોકસભાના સભ્ય પદેથી પણ માનનીય સ્પીકર સાહેબને રૂબરૂ મળીને હું રાજીનામું આપીશ.

હા મારા નિર્ણયની કેન્દ્રીય નેતાગીરી ને પણ જાણ કરશો તેવું પત્રમાં લખ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!