ભિલોડમાં વહેલી સવારે એક કાર ડિવાઇડર સાથે અથડાતા કાર ખાઈ ગઈ પલટી, કારમાં સવાર બે મિત્રો માંથી એકનું મૃત્યુ…

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણા અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. ત્યારે ભીલોડામાં વહેલી સવારે એક કાર ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતમાં વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખના પુત્રનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ આ બનાવમાં કાર ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી ખાઈ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈનો બીજો પુત્ર આશુતોષ અને તેનો મિત્ર મંગળવારના રોજ વહેલી સવારે પોતાની GJ 31 A 8380 નંબરની કાર લઈને ભિલોડા બજારના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા.

તે દરમિયાન તેમની કાર ડીવાઇડર સાથે અથડાવી હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં આશુતોષ નું મૃત્યુ થયું હતું જ્યારે તેના મિત્રનો બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ આશુતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. પોલીસે આ સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના વાયુવેગે ફેલાતા વિજયનગર તાલુકાના શિક્ષણ આ મોલમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.. ઉપરાંત ઘટનાની જાણ પરિવારને જતા પરિવારમાં પણ શોખ નો માહોલ છવાઇ ગયો હતો. અકસ્માતમાં આશુતોષના મિત્રને નાની-મોટી ઇજા પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*