ભારતના વીર જવાનોને ખેડૂતોએ કહ્યુ કે ભારતબંધમાં અમારો સાથ આપો,ખેડૂતોને મળ્યો આ જવાબ

Published on: 10:52 am, Wed, 29 September 21

કેન્દ્ર સરકાર દ્વારા વિવાદિત 3 કૃષિ કાયદાઓને એક વર્ષ પુરા થવા આવી રહ્યા છે.દેશમાં ખેડૂતો લગભગ લાંબા સમયથી ત્રણ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.જેને લઈને તેમનું આંદોલન હજુ પણ ચાલુ છે. સરકાર દ્વારા તેમની એક પણ વાત સાંભળવામાં આવી નથી.

તેમના આ વિરોધને હવે એક વર્ષ પૂરું થશે.ખેડૂતોના એક સમૂહે ભારતીય સૈનિકોની ટુકડી ને કહ્યું કે તેઓ ભારતમાં તેમનો સાથ આપે.ભારત બંધ દરમિયાન સેના નો કાફલો જાલંધર માંથી પસાર થઈ રહો હતો તે દરમિયાન ખેડૂતોએ તેમને રોક્યા.

ખેડૂતોનું કહેવું હતું કે જવાનો પણ અહીં આવી બેસે.ત્યારે આર્મીને અધિકારીને તેઓએ અપીલ કરી કે અડધા આગળ ચાલ્યા ગયા છે માટે તેમને પણ જવા દો.એક એક્સરસાઇઝ ચાલી રહી છે તો બીજી બાજુ ખેડૂતોને દલીલ હતી કે આ રીતે રોકવા પર તેમનો અવાજ રક્ષા મંત્રી અને સરકાર સુધી જશે.

ખેડૂતોએ અધિકારીને યાદ અપાવ્યુ કે તેઓ આવી જાય અને આ રીતે ધર્મી ફોજી બન્યા હતા. આપને જણાવીએ કે પંજાબમાં ધર્મી ફૌજી એમને કહેવામાં આવે છે જેઓ ઓપરેશન બ્લૂસ્ટાર દરમિયાન સેના છોડી બહાર આવી ગયા હતા અને કોર્ટ માર્શલ નો સામનો કર્યો હતો.

આર્મીના અધિકારીએ કહ્યું કે,અમે આજની જગ્યાએ કાલે આવી જશું. કાલે તમારું બંધ સમાપ્ત થઈ જશે. ફૌજ નું કામ થંભી શકે નહિ.અમે પણ તમારી જેમ હડતાળ પર બેસી જશો તો બોડર ખાલી થઈ જશે. જેના પર ખેડૂતોએ કહ્યું કે તમે તમારા સિનિયર ને મેસેજ આપો તેઓ આગળ સરકાર ને મેસેજ આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતના વીર જવાનોને ખેડૂતોએ કહ્યુ કે ભારતબંધમાં અમારો સાથ આપો,ખેડૂતોને મળ્યો આ જવાબ"

Leave a comment

Your email address will not be published.


*