ઉકાઇડેમ માંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી વહી બે કાંઠે,સુરતમાં ખાડી પુરનું જોખમ

Published on: 11:11 am, Wed, 29 September 21

સુરત શહેરમાં ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલમાં વધારો થતા ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ખાડીપૂરનાં સંકટથી પાલિકાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.બીજી તરફ ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે.

જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે.ખાડી પૂરના જોખમને લઈને ડી-વોટરિંગ પંપ સહિતની વ્યવસ્થા કરી મીઠીખાડી પર બે હોડી, ચાર ચાર સભ્યોની બે ટીમ અને 1 ફાયરની ગાડી સ્ટેન્ડબાય કરી છે.જ્યાંરે પાંડેસરા રામજી મંદિર પાસે 1 હોડી સાથે એક ટીમ છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઉકાઇ ડેમમાંથી બુધવારે સવારે આઠ વાગ્યે 341.06 ફૂટ નોંધાઈ છે.1.90 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેચમેન્ટ માં ધોધમાર વરસાદથી ડેમમાં 2.95 લાખ ક્યુસેક પાણી ઠલવાયુ હતું. ડેમનું પાણી તાપીમાં ઠલવાતા તેની સીધી અસર શહેરના કોઝવે પર થઈ હતી . કોઝવે ની સપાટી 9.07 મિટરે પહોંચી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉકાઇડેમ માંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી વહી બે કાંઠે,સુરતમાં ખાડી પુરનું જોખમ"

Leave a comment

Your email address will not be published.


*