વહેલી સવારે હાઇવે પર ચાલતી બસમાં લાગી અચાનક આગ, ત્યારબાદ ડ્રાઇવરે કહ્યું એવું કે…

Published on: 4:45 pm, Tue, 17 August 21

આજકાલ એવી ઘટનાઓ બને છે જેને જોઇને તમે પણ દંગ થઇ જશે એવી જ એક ઘટના સિહોરમાં બની છે. આ સમગ્ર ઘટના સિહોરના પાલડીમાં આજરોજ વહેલી સવારે હાઇવે પર થઈ હતી. મળતી માહિતી મુજબ હાઇવે પર ચાલતી બસમાં અચાનક આગ લાગી હતી અને આ બસમાં 50 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

જ્યારે બસમાં આગ લાગી ત્યારે મોટાભાગના લોકો સૂઈ ગયા હતા. ત્યારે ડ્રાઇવર ને ખબર પડી કે બસમાં આગ લાગી છે ત્યારે ડ્રાઇવરે બસને એક બાજુ ઉભી રાખીને બૂમો પાડીને મુસાફરોને જગાડ્યા હતા.

આ ઉપરાંત બસમાં આગ લાગતા એક મહિલા ગભરાયને પોતાના બાળકનો જીવ બચાવવા માટે બાળકને બારીની બહાર ફેંકી દીધો હતો. હા અકસ્માતમાં તમામ મુસાફરોનો જીવ બચી ગયા પરંતુ મુસાફરોના સામાનની ને પૈસા બની ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરબ્રિગેડની ટીમ ની મદદથી આગને કાબુમાં લીધી હતી. મળતી માહિતી મુજબ બસ નું નામ કિસાન ટ્રાવેલ્સ હતું અને બસ જયપુર થી અમદાવાદ માટે રવાના થઇ હતી.

સવારે 3.30 વાગ્યા આસપાસ બસના એન્જિનમાં આગ લાગી હતી એને આગ લાગતા બસ ચાલકે બસ સાઇડમાં ઊભી રાખીને તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા અને ટૂંક સમયમાં હતી બસમાં આગ લાગી ગઈ હતી.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ બસમાં સંપૂર્ણ લાગી ગયા બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 20 મિનિટની મહા મહેનતે બસ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા લોકોને અલગ અલગ ટ્રેન દ્વારા અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!