રાજકોટ હાઇવે પર ટ્રક અને બાઇકની થઈ જબરદસ્ત ટક્કર, બાઇક સવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ…

Published on: 5:40 pm, Tue, 17 August 21

આ અકસ્માત રાજકોટનું છે મળતી માહિતી મુજબ લીમડી-રાજકોટ હાઇવે પર વસ્તડી ના પાટીયા નજીક એક ટ્રક અને બાઈકનું થયું અકસ્માત. મળતી માહિતી મુજબ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ઘટના સ્થળે એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લીમડી રાજકોટ હાઇવે પર અકસ્માત ની ઘટના બનતાં લોકોના ટોળું એકઠું થઈ ગયું હતું.

આ ઉપરાંત હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર અકસ્માતની જાણ થતા તાત્કાલીક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ઘટના સ્થળે 108 પહોંચી આવી હતી.

આ ઉપરાંત આ સમગ્ર અકસ્માત અંગે ગુનો દાખલ કરીને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમડી સરકારી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ટ્રક અને બાઈક ની ટક્કર એટલી જબરદસ્ત હતી કે બાઈકચાલકનું એક જ જણ મૃત્યુ થઈ ગયું હતું.

આ ઉપરાંત લીમડી રાજકોટ હાઇવે પર અકસ્માત ની સંખ્યા દિવસે ને દિવસે ખૂબ જ વધતી જાય છે. આકસ્માત લીમડી રાજકોટ હાઇવે ઉપર વસ્તડી ના પાટીયા નજીક થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!