ગુજરાત પ્રવાસ દરમ્યાન ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકૈતે આંદોલનને લઈને જાણો શું આપી ચીમકી ?

Published on: 4:22 pm, Mon, 5 April 21

ભારતમાં કેન્દ્ર સરકારના ત્રણ કાયદાઓને લઇને ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં આંદોલન ચર્ચાઈ રહ્યું છે. કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે.

રાકેશ ટીકૈત ગઈકાલે ગુજરાતમાં પહોંચ્યા હતા અને તેઓ આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.તેઓએ કહ્યું કે, ગુજરાતના ખેડૂતોને પણ અનેક સમસ્યા છે.

પણ તેમની પાસે જબરદસ્તી ખોટું બોલાવાય રહ્યું છે. 3 ₹ કિલો બટાકા મળવાની વાત છે પરંતુ કિલો ગોબર પણ મળતું નથી તો ખેડૂત શું કમાશે?

આગામી સમયમાં ગાંધીનગરનો ઘેરાવ કરાશે અને આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. ઘેરવાની ગુજરાતના ખેડૂતો જાગૃત થશે અને હવે ટ્રેક્ટર નો ઉપયોગ માટે ખેતી માટે જ નહીં પરંતુ આંદોલનમાં પણ કરાશે.

ગાંધીનગરનો ઘેરાવ કરીને બેરિકેડ્સ તોડવામાં આવશે.ખેડૂત નેતા રાકેશ ટીકૈત કહ્યુ કે, સરદાર પટેલ સ્ટેડિયમ નું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સાબરમતી નદી અને ગાંધી આશ્રમ ના નામ પણ બદલાઈ શકે છે.

જ્યાં ચૂંટણી હોય છે ત્યાં કોરોના નથી હોતો અને જ્યાં આંદોલન ચાલુ હોય છે ત્યાં જ કોરોના આવે છે. તમે કોરોના થી ડરતા નથી અને આંદોલન ચાલુ જ રાખીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત પ્રવાસ દરમ્યાન ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકૈતે આંદોલનને લઈને જાણો શું આપી ચીમકી ?"

Leave a comment

Your email address will not be published.


*