દુબઈ પોલીસ અને દુબઈ સરકારે પણ ખજૂરભાઈના સેવાકીય કામ જોઈને તેમનું અનોખું સન્માન કર્યું, હવે ખજૂર ભાઈને દુબઈમાં પણ મળશે આ લાભ…

Published on: 6:27 pm, Fri, 15 July 22

ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા હશો જેઓ સૌ પ્રથમ કોમેડી મેન તરીકે જાણીતા થયા છે અને હાલ તો તેમણે સેવાકીય ક્ષેત્રે ખૂબ જ લોક સેવાના કાર્યો કર્યા છે. ગુજરાતીઓ આજે ખજૂર ભાઈને દિલથી સલામ કરે છે અને તેમની મદદ કરવાની ભાવના જે સૌ કોઈમાં હોતી નથી ત્યારે આજે પણ તેઓ લોકોની સેવા કરી રહ્યા છે. ગુજરાતીઓ દ્વારા તો ઘણીવાર નીતિન જાની નું સન્માન કરવામાં આવ્યું છે.

પરંતુ હાલ તો તેમને દુબઈ પોલીસ અને તેની સરકાર દ્વારા તેમને સન્માન કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર નિતીન જાણી એ પોતાના એકાઉન્ટ પર ઘણી એવી તસ્વીરો શેર કરી છે જેમાં દુબઈ પોલીસ અને દુબઈ ગવર્મેન્ટ દ્વારા મળેલા એ સન્માનને ગ્રહણ કરતા દેખાઈ આવ્યા. સોશિયલ મીડિયા પર કરેલી એ અપલોડ તસવીરોમાં તેમણે કેપ્શન પણ લખેલું છે કે અમારા માટે આજે સન્માનની વાત કહેવાય છે કે આજે અમે ગુજરાતના પહેલા સોશિયલ વર્કર youtuber છીએ કે જેને દુબઈ પોલીસ દુબઈ ગવર્મેન્ટ દ્વારા ઈશાદ થી નવાજવામાં આવ્યા છે.

જે ખૂબ જ ગર્વની વાત કહેવાય. જીગલી ખજૂર ઉર્ફે નીતિન જાણીને દુબઈ પોલીસ અને સરકાર દ્વારા એ એસાદ પ્રીવીલેજ સન્માન કરવામાં આવ્યું. જાણવા મળ્યું છે કે આ સન્માન એવા લોકોનું જ કરવામાં આવે છે કે જેવું લોકકલ્યાણના હેતુસર કાર્યો કરે છે. એવા લોકોને દુબઈમાં ઘણી જગ્યા ઉપર તો 50% સુધીની રકમ પણ માફ કરી દેવામાં આવે છે.

ત્યારે નીતિન જાણીને સમાજ કલ્યાણના કાર્યો કર્યા હોવાથી તેમનો એ સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નિતીન જાનીએ શેર કરેલી એ તસ્વીરોમાં તમે તેમના ભાઈ એવા તરુણ જાની ને પણ જોઈ શકો છો કે જેમણે દુબઈમાં આ ખાસ એસાદ પ્રિવિલેજ કાર્ડ લઈ રહ્યા છે ત્યારે એ તસવીરોમાં ખજૂર ભાઈ અને તેમની આખી ટીમના ચહેરા પર ખુશી મલકાતી જોવા મળે છે.

એ બંને ભાઈઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક તસવીરો ઉપર ઘણા લોકોએ તેમને શુભકામનાઓ પણ પાઠવે છે. ખજૂર ભાઈએ તો દુબઈ પ્રવાસની બીજી ઘણી એવી તસ્વીરો પણ શેર કરી છે જેમાં તેઓ પોતાની ટીમ સાથે એ પળો વિતાવી રહ્યા હતા.

એવામાં એક તસવીરમાં તેમની સાથે ભીખા દાદા પણ જોવા મળ્યા જ્યારે તેઓ દુબઈ પ્રવાસ ગયા હતા ત્યારે ભીખા દાદા પણ ગયા હતા. એવામાં સુરતમાં તેમના સમાજ દ્વારા ભીખા દાદા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. હાલ તો નીતિન જાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલી એક તસવીરો ખૂબ જ વાયરલ થતી નજરે પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દુબઈ પોલીસ અને દુબઈ સરકારે પણ ખજૂરભાઈના સેવાકીય કામ જોઈને તેમનું અનોખું સન્માન કર્યું, હવે ખજૂર ભાઈને દુબઈમાં પણ મળશે આ લાભ…"

Leave a comment

Your email address will not be published.


*