ડ્રાઇવિંગ લાઇસન્સ કે આરસી બુક હવેથી પોલીસ અધિકારી નહીં માગે, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ!,જાણો સમગ્ર અહેવાલ

Published on: 10:22 am, Wed, 30 September 20

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય તાજેતરમાં જ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ 1989 માં મોટા ફેરફાર કર્યા છે. કેન્દ્ર દ્વારા સૂચિત નવા મોટર વાહન ના નિયમો 1 ઓક્ટોમ્બર 2020 થી અમલમાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આઈટી સર્વિસીસ અને ઇલેક્ટ્રોનિક મોનીટરીંગ દ્વારા ટ્રાફિક નિયમોને દેશભરમાં વધુ સારી રીતે લાગુ કરી શકાશે. નવા નિયમો અનુસાર હવે ફક્ત દસ્તાવેજોની ચકાસણી કરવા માટે કોઈ વાહન રસ્તા પર મૂકી શકાશે નહીં. જેને પગલે લોકોને રસ્તા પર દસ્તાવેજો રોકી દેવામાં આવતી પરેશાન અકળામણ માંથી મુક્તિ મળશે.

નવા નિયમ મુજબ, જો વાહન નો કોઈ દસ્તાવેજો ઓછો કે અધુરો રહેશે, તો તેના નોંધણી નંબર દ્વારા દસ્તાવેજોની ઇ-વેરિફિકેશન કરવામાં આવશે અને ઓનલાઈન ઇ- ચલણ મોકલવામાં આવશે.હવે વાહનોની ચકાસણી કરવા માટે ફિઝિકલ દસ્તાવેજોની માંગ કરવામાં આવશે નહીં. હવે દરેક લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે જો વાહનોમાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે નહીં,તો આપણે કેવી રીતે જાણી શકશો કે વાહનના કોઈપણ દસ્તાવેજો ની મુદત પૂરી થઈ ગઈ છે.

મંત્રાલય સ્પષ્ટ કર્યું છે કે લાઇસન્સિંગ ઓથોરિટીને તરફથી અયોગ્ય અથવા રદ કરાયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ ની વિગતો પોર્ટલ માં રેકોર્ડ કરવામાં આવશે, તેને સમય-સમય પર અપડેટ કરવામાં આવશે. અપડેટ ડેટા પોર્ટલ પર દેખાશે.જો અમલીકરણ અધિકારી પાસેથી ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા દસ્તાવેજોની વિગતોમાં હોવાનું જાણવા મળે છે.

ભૌતિકદસ્તાવેજોની તપાસ માટે માંગ કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓ સામેલ હશે કે જ્યારે ડ્રાઈવરે ઉલ્લંઘન કર્યું હશે, જેમાં દસ્તાવેજ જપ્ત કરવો પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ડ્રાઇવિંગ લાઇસન્સ કે આરસી બુક હવેથી પોલીસ અધિકારી નહીં માગે, સરકારે આપી તમામ નિયમોમાંથી મુક્તિ!,જાણો સમગ્ર અહેવાલ"

Leave a comment

Your email address will not be published.


*