દુનિયામાં ખરાબ અર્થવ્યવસ્થાઓમાં ભારત મોખરે, મોદી સરકારના તમામ દાવાઓ થયા ફેલ

Published on: 11:05 am, Wed, 30 September 20

ભારતીય અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી મંગળવારે કહ્યું કે,ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર અર્થવ્યવસ્થાઓ માં મોખરે છે.આર્થિક સમસ્યાઓ સામે લડવા માટે જે સરકારે પ્રોત્સાહન જાહેર કર્યું તે હાલ પૂરતું નથી. તેમને વધારે માં કહ્યું કે, જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ માસિક ગાળાના આર્થિક વૃદ્ધિ દરમાં વધારો જોવા મળશે. ભારત નો આર્થિક વૃદ્ધિદર કોરોના મહામારી પહેલાંથી જ ધીમો પડયો છે. તેમને આવા તો એક ઓનલાઇન કાર્યક્રમો દ્વારા કરી હતી.

તેમને વધારે કહ્યું કે 2021 માં ભારતનો આર્થિક વૃદ્ધિદર આ વર્ષની સરખામણીએ ઘણો સારો હશે.આર્થિક પ્રોત્સાહનના જે ઉપાયો છે તેના કારણે ઓછી અને મધ્યમ આવક વાળા લોકોના ઘરમાં કોઈ વધારો થયો નથી, કારણ કે સરકાર આ લોકોના હાથમાં પૈસા આપવા માંગતી જ નથી. ઉલ્લેખનીય છે કે અભિજીત બેનરજી મૂળ બંગાળના છે અને વર્તમાન સમયમાં તેઓ મેસાયુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર છે.

મોંઘવારી વિશે વિશેષ વાત કરતા તેમણે કહ્યું કે ભારતની રણનીતિ બંધ અર્થવ્યવસ્થાની રહી છે.સરકાર મોટા પ્રમાણમાં માંગ ઉત્પન્ન કરી રહી છે.જેના કારણસર આર્થિક વૃદ્ધિની સાથે મોંઘવારી પણ વધી રહી છે.

ભારત લગભગ 20 વર્ષ સુધી મોંઘવારી અને આર્થિક વિકાસની સ્થિત રહી.જેનાથી ભારતને ઘણો બધો લાભ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દુનિયામાં ખરાબ અર્થવ્યવસ્થાઓમાં ભારત મોખરે, મોદી સરકારના તમામ દાવાઓ થયા ફેલ"

Leave a comment

Your email address will not be published.


*