સમાચાર

અમદાવાદમાં 40 વર્ષના વ્યક્તિને ખુરશી પર બેઠા બેઠા કરુણ મોત… જુઓ મોતના CCTV ફૂટેજ…

ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે ભાવનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં પાંચ લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. ત્યારે અમદાવાદમાં બનેલી વધુ એક હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે.

અહીં દુકાનમાં કામ કરતા મોટી ઉંમરના વ્યક્તિનું અચાનક જ મોત થયું છે. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ હસમુખભાઈ પંચાલ હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. હસમુખભાઈ બુક બાઈડીંગનું કામ કરતા હતા. જ્યારે તેઓ દુકાનમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમને હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા અને અચાનક જ તેમનું મોત થઈ ગયું હતું.

મોતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, હસમુખભાઈ ખુરશી પર બેઠા બેઠા કામ કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક જ તેઓ ખુરશી પરથી જમીન પર ઢળી પડે છે.

દુકાનમાં હાજર અન્ય કોઈ વ્યક્તિ કાંઈ સમજે તે પહેલા તો હસમુખભાઈ નું મોત થઈ ગયું હતું. હસમુખભાઈનું મોત થતાં જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *