હાલમાં કોરોના થી બચવા એક જ ઉપાય છે જે છે રસી, જ્યારે ગુજરાત રાજ્યમાં વેપારીઓને રસી ફરજિયાત લેવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. જો હવે કોઈપણ વેપારીએ કોરોના ની રસી નહિ લીધી હોય તો પોલીસ તેનું વેપાર બંધ કરી શકે છે.
આ સમગ્ર મામલા પર ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે વેપારી એસોસીએશન માટે બે વખત મુદત વધારી દેવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે જે વેપારીએ કોરોના ની રસી નહિ લીધી હોય તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ 31 જુલાઈ સુધી વેપારીઓએ રસી લેવી ફરજીયાત હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તે સમયમાં ફેરફાર કરીને 15 ઓગસ્ટ સુધીનો સમય રાખવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત વેપારીઓએ માંગણી કરી હતી કે આ સમય મર્યાદા વધારવામાં આવે.
કારણ કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 30% વેપારીઓ દ્વારા રસી લેવાઇ નથી. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં રસીકરણ ની વાત કરી તો અત્યાર સુધીમાં 4 કરોડ લોકોએ કોરોના ની રસી લઇ લીધી છે.
રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના ફુલ 49320903 લોકોએ કોરોના ની રસી લીધું છે. આ ઉપરાંત 45 વય ધરાવતા 1.36 કરોડ લોકોએ કોરોના ની રસી નો પ્રથમ ડોઝ લીધો છે અને 72.13 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન ચાલુ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને હસીનો વધુ જથ્થો મળે તે માટેના પ્રયત્નો પણ સતત ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!